ગામ ની વોવારુ ને લાજ ત્રણ પ્રકારની હોય....
1.આડી લાજ - પોતાના જેઠ હાહરા કે ગામ ના વડીલો ની સમખમ...વોવારુ પોતાનો હાડલા ના છેળલો...ઉભી રહી એકકોર થી પોતાની સુંવાળી..ઘેઘુરી..કમળ ની દાંડી જેવી આંગળીઓ થી મોઢા ની એકબાજુ આડો હાડલો અથવા ઓઢણુ... તાણીને બાઇમાણહા ઉભી રે આડુ ફરી ને એ આડી લાજ કહેવાય....
2.ઉભી લાજ - વોવારુ પોતાના હાહરા ને જેઠ ને ગામ ના વડીલો ને...ઓચિતા પધરામણા કે ઓચિતા નયને દીઠી જાય પછી...અવળુ ફરી ને...ઝટ ઝટ કરતી..ભોઠી પળતી...અવળુ ફરી ને અથવા આઘી ઉભી રેય ને...પોતાનુ મોઢુ્..ગળા હુધી ઢાંકવા પોતાનો હાડલો કે ઓઢણુ તાણી લેય ઇ ઉભી લાજ કહેવાય....
3.ઘુમટો - ખાસ તો ગામના મોટી ઉમરના ઘડપણ ની વય ના કુંટુંબ કબાર ગામના..ભાભલાઓ નુ માન અને આદર જાળવા ઘુમટો જ કાઢવો જ પળે.....વોવારુ પોતાનો હાડલો કે ઓઢાણા થી પોતાની ડોક થી વધારે કે છાતી લગી તાણીલેય...પોતાનુ મોઢૂ પુરેપુરુ ઢાંકી દેય...મોઢુ ને ડોક..એ ઘૂમટો કહેવાય...નાની વોવારુ વધારે પળતા ઘૂમટા મા જ વધારે રહેવુ પડતુ હોય....મોટી વોવારૂ વધારે પડતી લાજ મા રહેતી હોય સે....
4.આઘુ ઓઢવુ - આઘુ ઓઢવુ એટલે એનો અર્થ સૌરાષ્ટ્ર ના લોકો જ જાણી શકે સે....વોવારુ ની...હાહરીયા મા વડીલ સ્ત્રીઓ જેમ કે...પોતાની સાસુ.. પોતાની જેઠાણી..કાકાજી સાસુ...ગામ ની વડીલ સ્ત્રીઓ ના માનમા ને આદરમા...માથે ઓઢવાનું એ આઘુ ઓઢવુ કહેવાય...બાઇમણાહા નૈ પોતાના થી મોટી ઉમર ની બાઇમાણહા ના માનમા અને આદરમા...માથે ઓઢવાની પ્રથા ને આઘૂ ઓઢવુ કહેવાય.....
નકલ. ફેસબુક વોલ.


0 Comments
Thank you for visiting our blog and Comments.