વડગામ તાલુકા ધાણધાર પંથકની સરસ્વતી નદીને કાંઠે વસેલું નિઝામપુરા ગામના 19 વર્ષ ના યુવાન બિહારી મુખ્તાર મહેમુદખાન રાષ્ટ્રીય દિવ્યાંગ T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ *અટલ- અજિત મેમોરિયલ ટ્રોફી ૨૦૧૯* ની ક્રિકેટ મેચ વારાણસી ની બનારસ હિન્દુ યુનિવર્સિટી માં વેસ્ટઝોનની ટીમમાં ખુબ જ સારો દેખાવો કરીને વડગામ તાલુકો તેમજ બિહારી જાગીરદાર સમાજનું ગૌરવમાં વધારો કરેલ છે, જે સારા ખેલાડી છે તે બોલીંગ અને બેટીંગ કરે છે જે ઓફફ સ્પીનર અને જમણા હાથના બેટસમેન છે, અને પાલનપુર કોલેજની સામાન્ય પુરુષ ટીમમાં પણ ક્રિકેટ રમી રહ્યાં છે, તાજેતરમાં ગુજરાત ક્રિકેટ એસોશિયેશન ડિસેબલ તરફથી વેસટઝોન ક્રિકેટ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી. બનારસ હિંદુ યુનિવર્સિટી ના મેદાનમાં દેશના ચાર ઝોન વચ્ચે રમાયેલ નેશનલ ડિસેબિલિટી ક્રિકેટ ટુર્નામેન્ટ માં વેસ્ટઝોન ટીમમાં વડગામ ના નિઝામપુરા ના મુખ્તાર ની પસંદગી થઈ હતી. સેમિફાઈનલ સુધી ઓલરાઉન્ડર અને બેસ્ટ ફિલ્ડર તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મુખ્તાર ની ટીમ વેસટઝોન ફાઈનલમાં નોર્થ ઝોન સામે સફળ થઈ શકી નહી પણ સમગ્ર ટુર્નામેન્ટમાં વડગામ ના યુવા ખેલાડી મુખ્તાર નું પર્ફોમન્સ નોંધપાત્ર રહ્યું હતું. જે વેસ્ટ ઝોનની ટીમે *અટલ અજીત મેમોરિયલ ટ્રોફી - 2019* ની ટ્રોફી મેળવી મુખ્તારે દિવ્યાંગ ક્રિકેટ ટીમ, વેસ્ટ ઝોન ટીમ, વડગામ તાલુકો, ધાણધાર પંથક તેમજ જાગીરદાર સમાજનુ ગૌરવ વધારેલ છે.
આ અગાઉ ગુજરાત સરકારના ખેલ મહાકુંભ માં ગોલ્ડ,સિલ્વર, બ્રોન્ઝ મેડલ પણ મેળવેલ છે,
બિહારી મુખ્તાર ને ધાણધાર ગ્રુપ ટીમ દ્વારા ખુબ અભિનંદન પાઠવવામાં છે.
1 Comments
Thank you for visiting our blog and Comments.