વર્ષો જૂની અશ્વદોડની પરંપરા આજે પ્રથમવાર વડગામ તાલુકાના પીલુચા ગામે અડીખમ જોવા મળી. ત્યારે પાણીદાર અશ્વોની સવારીની અનોખી સ્પર્ધાએ આજે પીલુચા ગામે આકર્ષણ જમાવ્યું.

      
                             
                                 પ્રથમ નંબર ના વિજેતા :- બિહારી જુનેદખાન, (કેસર ઘોડી)
બીજા નંબર ના વિજેતા :- જેહાજી કુંવારા વાળા (કિસ્મત ઘોડી)
ત્રીજા નંબર પર ફતેહખાન મેતા વાળા (સોનુ ઘોડી) 
  
     વડગામ તાલુકાના પીલુચા ગામે સરસ્વતી નદી ના પટમાં પીલુચા-નગાણા અશ્વ કમીટી દ્વારા સ્પર્ધા નુ આયોજન કરવામાં આવેલ જે સ્પર્ધામાં અંદાજે 50 જેટલા વિવિધ જગ્યાએથી આવેલ ઘોડે સવારો ઘોડાની  દોડની સ્પર્ધામાંભાગ લીધો હતો,  આ સ્પર્ધામાં વિવિધતામાં એકતાની જાંખી પણ પ્રગટ થઈ હતી. એટલે કે, હિંદુ મુસ્લિમ સહિતના લોકો આ સ્પર્ધામાં ભાગ લીધો હતો . અહીં મારવાડી અને સિંધી જાતની ઘોડીઓ જોવા મળી હતી,  જેને જોવા નાના ભૂલકાઓથી લઇ મોટેરા લોકો દુર-દુર થી આ અશ્વ દોડ મેદાનમાં આવ્યા હતા. . 
           લોકોના મોટા માનવ મહેરામણ વચ્ચે ક્યાંક કોઈનો ઘોડો પોતાનું માલિકની લાજ રાખેછે તો કોઈક ઘોડું સાચે જ દશેરાએ ધજાગરા ઉડાવે છે. જેનો આનંદ પણ પ્રેક્ષ્કો માટે અનેરો બની રહે છે. જોકે આ અશ્વદોડ સ્પર્ધામાં લીલી જંડી મળતાની સાથે જાણે કે રોકેટની ગતિએ ઘોડા દોડ લગાવી હતી. જેમાં વડગામ તાલુકા ના જુનીનગરી ના 15 વર્ષના બાળ સ્પર્ધક બિહારી જુનેદખાન (કેસર ઘોડી) પ્રથમ નંબરે વિજેતા અને બીજા નંબર પર જેહાજી કુંવારા વાળા (કિસ્મત ઘોડી) અને ત્રીજા નંબર પર ફતેહખાન મેતા વાળા (સોનુ ઘોડી)  ને વિજેતા જાહેર કરવામાં આવેલ ત્રણ વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ, તો અહી બનાસકાંઠા સહીત આંતર જીલ્લામાંથી ઘોડે સવારો પણ ભાગ લીધો હતો,  
               મુગલ કાળ અને રાજવીઓના મનોરંજન માટે યોજાતી અશ્વ દોડ આજે વડગામ ના પીલુચા ગામે આજના આ વિવિધ વાહનો, મોબાઈલ ગેમ અને અન્ય ટેકનોલોજી ના ના યુગમાં બાળકોને ઘોડો નામનું પશુ માત્ર પાઠ્યપુસ્તકમાં જ નહિ પણ રૂબરૂ પણ જોવા મળી રહ્યૂ હતુ, તો આ સ્પર્ધા એકતાનું ખુબ મોટું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતુ.આ આખી સ્પર્ધા નુ આયોજન કરનાર નગાણા-પીલુચા અશ્વ ટીમ ને ફાળે જાય છે, જેમના અથાગ પ્રયાસો થી આ સ્પર્ધા આ યુગમાં ફરી જોવા મળી હતી. 

Post a Comment

1 Comments

Thank you for visiting our blog and Comments.